અંદાજીત ૭ વર્ષ અગાઉ સણવાલ ગામ ના પૂર્વ સરપંચ વર્ધાજી લાધાજી બારોટ ના મર્ડર કેશ માં આરોપી મફાભાઈ લુંબાભાઈ પટેલ આજીવન કેદ ની સહીત અન્ય લોકો ને સજા પડી હતી.જોકે અવારનવાર પેરોલ પર કામ અર્થે આવતો હતો.તેમજ ગતરોજ એટ્રોસિટી તથા બીજા કેસોની તારીખ હોય જેમાં એટ્રોસિટીના કેસમાં થરાદ કોર્ટ માં આવેલા મફાભાઈ લુંબાભાઈ પટેલ સહીત તેના પત્ની થરાદ કોર્ટ થી ધર તરફ જઈ રહ્યા હતા.
જે અંગે મૃતક ના પત્ની ને લખાવેલ ફરિયાદ માં જણાવ્યું હતું કે ટડાવ-બાલુંત્રી ગોળાઈથી થોડે આગળ પહોંચતા અચાનક એક સફેદ બોલેરો ગાડી પૂર ઝડપે આવેલ અને બંનેને મારી નાખવાના ઇરાદે અમારા બાઇકને ટક્કર મારતા બાઇકને ટક્કર લાગતા રોડ ની સાઈડ માં પડી હતી.
હરીબેન તથા તેના પતિ મફાભાઇ લુંભાભાઇ પટેલનાઓને મારી નાખવાના ઇરાદે ભગીરથ વર્ધાજી બારોટ તથા પિન્ટુ ઉર્ફે. ભરત વર્ધાજી બારોટ તથા દશરથ બાબુભાઇ બારોટ ત્રણેય રહે.સણવાલ તા.વાવ વાળાઓ તથા અજાણ્યા ત્રણ ઇસમોએ જુની અદાવત રાખી જાનથી મારી નાખવા સારૂ કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી બનાવી જીવલેણ હથીયારો ધારણ કરી તમામ આરોપીઓનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ફરીયાદી તથા મરણ જનાર ની દિવસે બાઇક ઉપર રેકી કરી કરાવડાવી ફરી તથા બાઇકનો પીછો કરી વાવ ના ટડાવ બાલુંન્ત્રી રોડ ની ગોલાઈ આગળ આરોપીઓએ બોલેરો ગાડીથી ટકકર મારતા નીચે પડી જતા બીજી સ્વીફટ ગાડી નં-GJ.08.CC.4668ની મરણજનાર મફાભાઇ ઉપર ચડાવી તેના પર આડેધડ બંદુકથી ગોળીઓ મારી તથા છરાથી ઘા મારી મોતધાટ ઉતારી ને ત્યાંથી ફરાર થયા હતા.

જોકે આજુબાજુ માં રહેતા લોકો એ અવાજ સાંભળતા ની સાથે ધટના સ્થળે પહોચ્યા હતા.જ્યાં માવસરી પોલીસ પણ ધટના સ્થળે પહોચી હતી.તેમજ ઈજાગ્રસ્ત મહિલા ને ૧૦૮ મારફતે સારવાર અર્થે તેમજ લાશ ને વાવ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. તબીબોની પેનલ દ્વારા મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે પીએમ કરાયું હતું.તેમજ પોલીસ દ્વારા ડોગ સ્કોર્ડ ,એફ.એસ.એલ.ટીમ સહીત ફિંગરપ્રિન્ટ ટીમ સહીત અન્ય સહાયક ટીમો પહોચી તપાસ હાથધરી હતી.
તો બીજી બાજુ માવસરી પોલીસ ની ટીમે ફરિયાદી મહિલા ની ફરિયાદ લઈ ભગીરથ વર્ધાજી બારોટ, પિન્ટુ ઉર્ફે. ભરત વર્ધાજી બારોટ, દશરથ બાબુભાઇ બારોટ,અન્ય ત્રણ ઈસમો ના વિરુધ માં આઈ.પી.સી ૩૦૭,૩૦૨,૩૪,૧૨૦(બી),૪૨૭,૧૪૩,૧૪૮,૧૪૯,તથા આર્મસ એકટ કલમ ૨૫(૧એ), ૨૭(૩) ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
- મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે પીએમ કરાયું
તબીબોની પેનલ દ્વારા મૃતદેહનું વીડિયોગ્રાફી સાથે પીએમ કરાયું હતું. જેમાં પી એમ દરમિયાન મૃતક ના શરીર માંથી ૭ કારતુસ મળી આવ્યા હોવાનું સુત્રો પાસે થી માહિતી મળી હતી.જોકે પરિવારજનોએ હત્યારાઓને ઝડપી લીધા બાદ લાશનો કબજો લેવાની વાત કરતાં મોડી સાંજે ડીવાયએસપી દ્વારા ખાત્રી અપાતાં પરિવારજનોએ લાશનો કબજો લીધો હતો.
આ અંગે મૃતકના પત્ની હરીબેન લુંબાભાઈ પટેલ એ માવસરી પોલીસ મથકમાં ૩ વ્યક્તિઓ સહીત અન્ય ૩ અજાણ્યા લોકો વિરુદ્ધ હત્યા અંગે ફરિયાદ નોંધાવી છે. જેની વધુ તપાસ પીએસઆઇ પી.એન.સોનારા ચલાવી રહ્યા છે.