બનાસકાંઠા ના ધાનેરા રેલ્વે પુલ નજીક થયો અકસ્માત થયો છે જેમાં અવાર નવાર અકસ્માતો સર્જાય છે તેવામાં આજે .પી. એ.પટેલ કંપની સરાલ નાં હેવી ટ્રક ચાલકે ધાનેરા રેલવે બ્રિજ પર અકસ્માત સર્જ્યો હતો. જેમાં મળતી માહિતી અનુસાર જડિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પટેલ ગજાભાઈ અને તેમના પત્ની પટેલ ત્રીજા બેન મોટર સાઈકલ લઇ જઈ રહ્યા હતા.તે દરમિયાન ત્રીજા બેન પટેલ મોટર સાઈકલ પર થી નીચે પટકાતા પાછલ થી આવતા પી. એ.પટેલ કંપની સરાલ હાઇવા ટ્રક નું ટાયર ફરી વળતાં ધટના સ્થળે મોત નીપજ્યું હતું.વધુ માં અકસ્માત ના પગલે મહિલા ના મૃતદેહ ને ધાનેરા સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.ત્યારે બેફામ ચાલતા હાઇવે ટ્રક ની સ્પીડ પર કાબૂ થાય તેમજ રોયલ્ટી વગર ચાલતા રેતી ખનન માફિયા બેફામ દોડી રહ્યા છે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે