બનાસકાંઠા જિલ્લામાં રોજિંદા અકસ્માત ના બનાવો બનતા હોય છે જેમાં આજે એક ઘટના સામે આવી હતી થરાદ ધાનેરા હાઇવે ભોરડું નજીક પેટ્રોલ પમ્પ આગળ એક મોટરસાયકલ ને બચાવવા જતાં કાર પલ્ટી હતી જોકે સદનસીબે કારમાં બેસેલા ત્રણ વ્યક્તિઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ અનુસાર થરાદ ધાનેરા હાઇવે પર ભોરડું નજીક પેટ્રોલ પંપ આગળ શનિવારે સાંજના સમયે એક મોટરસાયકલ ને બચાવવા જતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આમ તો થરાદ વિસ્તારમાં અવારનવાર આમ અકસ્માત ની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આ ઘટના ભોરડું નજીક આવેલ પેટ્રોલપંપ નજીક ઘટી હતી જેથી પેટ્રોલપંપ પર લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. વિડિઓ માં દેખાઈ રહ્યું છે એક મોટરસાયકલ ચાલક રોડ ક્રોસ કરવા જતો હોય છે ત્યારે પુર ઝડપે દોડી રહેલ કાર ચાલક તેને બચાવવા જતાં કાર પલ્ટી ખાઈ જતી હોય છે જોકે સદનસીબે કારમાં બેઠેલ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા અને આ અકસ્માત ની ઘટના પેટ્રોલપંપ પર લગાવેલ સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઈ હતી.