બનાસકાંઠા માં માર્ગ અકસ્માતો ની ધટના માં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત બાઇક અને ઇકો ગાડી વચ્ચે થયો છે . વાવ ઢીમા હાઇવે પર આવેલા કટી નજીક આ અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક પ્રવીણભાઈ કરશનભાઈ નાઈ ,તેમજ રણછોડભાઈ ભાણાભાઈ નાઈ (રહે. ખીમાણા પાદર )ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક વાવ ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર હોવાને લીધે રણછોડભાઈ ભાણાભાઈ નાઈ ને થરાદ ની ખાનગી હોસ્પિટલ માં દાખલ કરાયા છે અને પ્રવીણભાઈ કરશનભાઈ નાઈ ને મહેસાણા સારવાર અર્થે ખસેડાયા છે વાવ ઢીમા હાઇવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.