સમગ્ર ગુજરાત સહીત દેશ માં તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાંથી લોકો મુક્ત થઈ શક્યા નથી અને આજે પણ રખડતા પશુઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. ડીસા તાલુકાના બાઈવાડા ગામે પણ રખડતા પશુના કારણે એક યુવકનું મોત થયું છે. ભડથ ગામે રહેતા 18 વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ વાઘેલા દૂધ ભરાવવા માટે બાઈવાડા તરફ જઈ રહ્યા હતા અને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઈક ચાલક ગાય સાથે ટકરાઇને નીચે પટકાતા અકસ્માત સર્જાયો હતો.
ગાયની અડફેટે આવતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકોને પશુપાલક યુવકના સગા સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બાઈક ચાલકનુ કરુણ મોત થયું હતું. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો