ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો જામી ચુક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં અમિતશાહે સભા સંબોધી હતી ત્યારે ત્રિપલ તલ્લાક, રામ મંદિર સહિતના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. થરાદ ખાતે સભા સંબોધન કરતા અમિત શાહે ઈશારામાં કહ્યુ હતુ કે, શંકર ચૌધરીને સરકારમાં મોટું સ્થાન મળશે.
વધુ માં જણાવ્યું હતું કે એક સમયે અંબાજી મંદિર કેવુ હતુ એ આપ સૌ જાણો છો, જ્યારે આજે ભાજપ સરકારમાં અંબાજી માં ભવ્ય સુવીધા ઓથી સમર્થ બન્યુ આજે અહિં દેશ-વિદેશમાંથી પર્યટકો પધારી રહ્યાં છે. શંકર ચૌધરીને તમે ધારાસભ્ય બનાવો, અમે એમને મોટું પદ આપીશું. તેમજ સરકારે પશુપાલકો માટે યોજના બનાવી.છે જેથી બનાસકાંઠામાં દુધ ઉત્પાદન ખુબ વધ્યું છે. નડાબેટ માં આજે ટુરીઝમનો સારો એવો વિકાસ થયો છે. ભાજપ સરકારમાં બનાસકાંઠાને આજુબાજુના જિલ્લાને જોડતા હાઈવે બનાવવામાં આવ્યા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા જ સૌથી પહેલા સરદાર સરોવરનું કામ હાથમાં લીધુ. જેના પગલે આજે બનાસકાંઠામાં સિંચાઈનું પાણી પહોચ્યું છે. નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર ભારતના તમામ આસ્થાના કેન્દ્રની કાયાપલટ કરી દિધી છે.