વ્હાઇટ હાઉસે મીડિયા એજન્સી ને જણાવ્યું છે કે, અમેરિકન પ્રમુખ જો બાઇડેન પ્રમુખપદની આગામી ચૂંટણીમાં ઉમેદવારી કરશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરિન જીન-પિયરેએ ગઈકાલે જણાવ્યું હતું કે, પ્રમુખ બાઇડેન પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર તરીકે ઝુકાવી રહ્યા છે. આ અગાઉ ચૂંટણી ડિબેટમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્મ્પ સામે નબળાં દેખાવને પગલે જો બાઇડન પર ઉમેદવારી ન કરવા દબાણ વધ્યું હતું. માધ્યમોનાં અહેવાલ પ્રમાણે બાઇડેન ગઈકાલે ડેમોક્રિટક પક્ષનાં ગવર્નરોનાં એક જૂથને પણ મળ્યા હતા