વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઠાકરશીભાઈએ યુવાધનને જાગૃત કરવા અને તંત્રને ઘોરનિદ્રા માંથી જગાડવા પડકાર ફેંક્યો છે કે વાવ પંથકમાં બનાસકાંઠા સાયબર સેલમાં કામ કરતા એલ.સી.બી.ના કોસ્ટેબલો દ્વારા કેટલીક જગ્યાએ દારૂના સ્ટેન્ડ આપી દારૂ વેચાવી રહ્યા છે. જેવા આક્ષેપો સાથે ચેલેન્જ કરી છે. જો તંત્ર આ બાબત ની તપાસ નહીં કરે તો વાવ ની પ્રજા સાથે રહી જનતા રેડ કરીશુ. જો કે ગાંધીના ગુજરાતમાં દારૂબંદીનો કાયદો અમલમાં છે. જ્યારે વાવ પંથક કેટલીક વાર દારૂ વેચાતો હોવાના વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયા છે. જ્યારે આજ રોજ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દ્વારા એક વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં ઠાકર્ષભાઈ દેસાઈ તેવું જણાવી રહ્યા છે. બનાસકાંઠાના સાયબર સેલમાં કામ કરતા એલ.સી.બી.ના કોસ્ટેબલો વાવ પંથકમાં સ્ટેન્ડ આપી ખુલેઆમ દારૂનું વેચાણ કરાવી રહ્યા છે. યુવા ધન નસાને રવાડે ચડી રહ્યું છે. થોડા સમયમાં પુરી યાદી એકત્ર કરી જનતા રેડ કરવા જઈ રહ્યા છે. જેથી જવાબદાર તંત્ર સજાગ બને અને વાવ પંથકમાં વેચાતો દારૂ બંધ કરાવે તેવી જન માંગ છે.