બનાસકાંઠા જિલ્લા ના સરહદી વિસ્તારો માં અવાર નવાર દારૂ ઝડપાય છે તો પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ભુરાજી, તથા અ.પો.કો. અમરસિંહ તથા દશરથભાઈ થરાદ પોસ્ટે વિસ્તારમાં રામપુરા ચાર રસ્તા તરફ પ્રોહી લગત નાકાબંધી માં હતા દરમ્યાન રોણેસરી ગામ તરફથી એક ટાટા સુમો ગોલ્ડ R.J.16.UA.2936 આવતા રોકવાનો ઇસારો કરતા રોકેલ નહી તેનો પિછો કરતા ભોરોલ તરફ ભગાડતા પિછો ચાલુ રાખતા ભોરોલ ઢિમા ચાર રસ્તા થી સણવાલ તરફ ગાડી ભગાડતા સણવાલ પાસે ગાડી ને સામે આડસ આવતા ડ્રરાઇવર રોડ ની સાઈડ મા ગાડી ઉભી રાખિ નાસિ ગયેલ ગાડી ચાલક ને નાસતા ઓળકેલ નરેશકુમાર કેસરારામ વિશ્રોઈ રહે- સરવાણા તા.સાચોર હાલ રહે.આકોડા તા.ચિતલવાણા જી.જોલોર રાજસ્થાનના વાળો ગાડી મુકી નાશિ ગયેલ સદરે ગાડી માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ની નંગ-2352/- કિ.રૂ.2,35,200/- તથા ગાડી ની કિ.રૂ.2,00,000/- મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.4,35,200/-ના મુદ્દામાલ તથા ગાડી ચાલક ના વિરુદ્ધ મા પ્રોહીબીશન એક્ટ મુજબ માવસારી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.