અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા યુવા દિવસ નિમિત્તે ભુરિયા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વામી વિવેકાનંદજી વિષે વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ના ૧૦ જેટલા બાળકોએ વકતૃત્વમાં ભાગ લીધેલ અને જેમાંથી સારું વકતૃત્વ આપનાર ત્રણ વિદ્યાર્થીઓ ને એક થી ત્રણ નંબર આપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઇનામ સ્વરૂપે બુક આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં એ.બી.વી.પી થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોષી(નાનોલ), કોષા અધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, કેમ્પસ અધ્યક્ષ માવજીભાઈ એસ. મોદી, કેમ્પસ મંત્રી શિલ્પાબેન ડી. પુરોહિત, શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલ(વર્ગ – ૨) તેમજ શાળાનો સ્ટાફ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નગરમંત્રી અને કોષા અધ્યક્ષનું સન્માન કરવામાં આવ્યું હતું.