ગુજરાતમાં આ વખતે ચૂંટણી ના વર્ષમાં સુધી વધુ આંદોલનો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી મેદાનમાં જોવા મળ્યા છે અને એક બે નહિ પણ 15 -15 જેટલા આંદોલનો ચાલી રહ્યા છે.છેલ્લા એક મહિનાથી આ મેદાન એક પણ દિવસ ખાલી જોવા નથી મળી રહ્યું .છેલ્લા 1 મહિનાથી થી ગાંધીનગર એ આંદોલનનું એપી સેન્ટર બની ચૂક્યું છે તો બીજી તરફ ગાંધીનગરની પોલીસ ઉપરાંત ત્રણ જિલ્લાની પોલીસ સુરક્ષા માટે બોલાવી લેવામાં આવી છે જો કે જેમ જેમ આંદોલનો વધે છે તેમ તેમ સુરક્ષાનો મુદ્દો પણ ચર્ચાઓ વિષય બનતો જાય છે જેના કારણે આજે રેપિડ એક્શન ફોર્સ ની વધારાની બે કંપનીઓ બોલાવવામાં આવી હતી જે નવા સચિવાલય થી વિધાનસભા ફરતે આર . એફ ના જવાનો એ કિલ્લેબંધી કરી હતી .ગુજરાતમાં ખાસ કરીને ગાંધીનગર ખાતે આંદોલનો સૌથી વધુ થતા હોવાથી અન્ય જિલ્લાની પોલીસ અને સ્પેશ્યલ એક્શન ફોર્સને મેદાનમાં ઉતારવા ની જરૂર પડી છે .આંદોલનો દિવસે ને દિવસે ઉગ્ર બનતા જઈ રહ્યા છે ત્યારે સરકાર ની ઊંઘ બગાડીને મૂકી દીધી હોય તેવું લાગી રહ્યું છે