- ૧૦ ધર પરથી પસાર થતા અકસ્માત ની ભીતિ સેવાઈ
- ૧૧ કિલો વોટ ની વીજ લાઈન પસાર થઇ રહી છે
- ચાલુ વરસાદે લાઈટ ના વાયર પરથી તણખા પડતા હોવાની રાવ …
- યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા નું વાવડી ગામ માં UGVCL ની ધોર બેદરકારી સામે આવી છે જેમાં વાવડી ગામ માં ગ્રામપંચાયત ને અડીને આવેલા ગામ તળ ના ૧૦ ધર પરથી વિજળી ના ૧૧ કિલો વોટ ના વાયર પસાર થાય છે જેમાં ધર ની અંદર મોટા વ્રુક્ષ જેવા કે લીંબડા નું ઝાડ આવેલ છે જોકે દરેક ના ધર માં નાના બાળકો હોવાના કારણે વરસાદી વાતાવરણ માં કરંટ લાગવાની શંભાવના સેવાઈ રહી છે.ધર ના મહિલા દ્વારા જણાવામાં આવ્યું કે વરસાદ ચાલુ હોય ત્યારે કોઈક વાર તણખા પડતા હોવાની રાવ .વાવડી સીટ ના ડેલીકેટ દાનાભાઈ પરમાર દ્વારા જણાવામાં આવ્યું કે અંદાજે કેટલીવાર અરજી કરવા છતાં UGVCL ની ઉડતી નથી.જેથી આવનાર સમય માં વાવડી ગામ માં UGVCL ક્રમચારી ઓ વાવડી ગામ ની મુલાકાત લઇ ૧૦ ધર પરથી વિજળી ૧૧ કિલો વોટ ના વાયર નીકળે છે તેનું નિરાકરણ લાવે નહીતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે ..