બનાસકાંઠા જીલ્લા ના દિયોદર તાલુકાના રૈયા ગામની યુવતી પ્રેમ લગ્ન મામલે મહિલા ધારાસભ્ય ની ફેસબુક પોસ્ટ સામે આવી છે.જેમાં માતા પિતા આજીજી કરતા રહ્યા પોલીસ સ્ટેશન નજીક દિકરી એ ઓળખવાનો કર્યો ઇન્કાર કરતા વિડીયો સામે આવતા ગેનીબેન ઠાકોર નું નિવેદન સામે આવ્યું છે. વાવના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઘટનાને વખોડી સરકાર પ્રેમ લગ્ન મામલે કડક કાયદો બનાવે તેવી સમયની માંગ કરી હતી.તેમજ કુંવારી દીકરીનાં મોબાઈલ વપરાશ પર માતા પિતાએ વોચ રાખવી જોઈએ તેવી નસિયત પણ આપી હતી.વધુ માં પ્રેમ લગ્ન કરનાર મોટા ભાગના યુવાનો ક્રાઈમ સાથે સંકળાયેલ હોય છે આવા ધંધા કરે છે તેના કારણે અનેક પરીવાર વિર વિખેર થઈ જાય છે.તેવું જણાવ્યું છે.