બનાસકાંઠા ના ધાનેરા ખાતે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ધાનેરા આદિવાસી યુવા સંગઠન દ્વારા સમસ્ત આદિવાસી લોકો સાથે શોભાયાત્રા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધાનેરા શહેર ના ચો ફેર તેમજ વિવિધ વિસ્તારો રેલી સ્વરૂપે ફરી હતી આ સાથે આજે આદિવાસી સમાજના પ્રાણ પ્રશ્નો અને સર્વાંગી વિકાસતેમજ શૈક્ષણિકતા માટે આદિવાસી સમાજનું થતું શોષણ અત્યાચાર બાબતે ગુજરાત સરકાર તથા ભારત સરકારના ધ્યાને લાવવા સમસ્ત ધાનેરા તાલુકાના ગ્રામીણ તથા શહેરી વિસ્તારના ભીલ સમાજના પરિવારો આદિવાસી દિવસ ની ભવ્ય ઉજવણી ઉત્સવ સાથે માનનીય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવર્ત મહાશય સબોધન કરતું આવેદન પત્ર ધાનેરા નાયબ કલેક્ટર આપવામાં આવ્યું હતું..