દિયોદર તાલુકા ના ગોલવી તેમજ ગાંગોલ ગામ ના બન્ને જવાન સી આર પી એફ ની નવ મહિના ની તાલીમ પૂર્ણ કરી પરત વતન ફરતા ગ્રામજનો નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું દિયોદર તાલુકા ના ગોલવી ગામે રહેતા પ્રજાપતિ કિરણકુમાર રાણાભાઈ જે આર્મી માં જોડાવા માટે રાજસ્થાન ખાતે સી આર પી એફ ની નવ મહિના ની ટ્રેનિંગ પુરી કરી વતન ફર્યો હતો તેમજ ગાંગોલ ગામ ના મુકેશ ચૌહાણ પણ રાજેસ્થાન ખાતે સી આર પી એફ ની તાલીમ પુરી કરી વતન ફરતા બન્ને આર્મી જવાન નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
એકજ દિવસ બન્ને જવાનો વતન આવતા આજે રવિવાર ના દિવસે બન્ને ગામ નો માહોલ દેશ ભક્તિ ના રંગે રંગાયો હતો જેમાં મુકેશ ચૌહાણ ખેડૂત પુત્ર છે જેમાં તેને માતા પિતા નું સપનું પૂરું કર્યું છે જો કે બીજી તરફ ગોલવી ગામ નો કિરણ પ્રજાપતિ પણ વતન ફરતા બંને જવાનો નું ભવ્ય સ્વાગત કર્યું હતું