બનાસકાંઠા ના થરાદ તાલુકા ના માંગરોળ ગામમાં હોજમાં ડૂબી જવાથી શ્રમિકનું મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.જેમાં મળતી માહિતી અનુસાર ભારત માલા માં કામ કરતો શ્રમિક યુવક નીલેશ તુલસીરામ ઉઈકે ધુલેટીની ઉજવણી કર્યા બાદ કલર ધોવા અને નાહવા જતા યુવક ડૂબયો હતો.પાણી માં તરતી લાશ ને જોતા આજુબાજુ ના લોકો દ્વારા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર નીકાળવામાં આવ્યો હતો.અને યુવકના મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી પોલીસ ને જાણ કરી હતી.જેથી થરાદ પોલીસે અકસ્માત નો ગુન્હો નોધી તપાસ હાથધરી છે