- સમગ્ર રાજ્યમાંથી 23 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં વિજયનગર ટિમ વિજતા થઈ..
- ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજની બે દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું એકલવ્ય યુવા સંગઠન ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત અને રાજસ્થાન સહિત 23 ટીમોએ ભાગ લીધો હતો…
બનાસકાંઠા જિલ્લામાં અનેક સંગઠન દ્વારા અલગ અલગ સમાજના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે..ત્યારે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ નું સંગઠન એવું એકલવ્ય યુવા સંગઠન દ્વારા અનેક સમાજના લગતા તેમજ સેવાકીય કાર્યક્રમ હરહંમેશ કરતું આવ્યું છે.ત્યારે ફરી ડીસા ખાતે સમસ્ત આદિવાસી ભીલ સમાજ ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું બે દિવસીય આયોજન એકલવ્ય યુવા સંગઠન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત સહિત રાજસ્થાન માંથી અલગ અલગ 23 ટિમો એ ભાગ લીધો હતો.જેમાં ડીસા ખાતે આવેલ સ્પોટ્સ ક્લબ અને ટી સી ડી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું.જેમાં ગુજરાત સહિત રાજસ્થાન માંથી આવેલ 23 ટીમોએ સુંદર પર્ફોમ્સ બતાવ્યું હતું.જેમાં ફાઇનલ માં વિજયનગર ઈલેવન તેમજ રાણીવાડા ઇલેવન ટિમ ની મેચ ડીસા સ્પોટ્સ ક્લબ ખાતે યોજાઈ હતી.જેમાં વિજયનગર ઇલેવન ની ટિમ વેજેતા થઈ હતી.તેમને ડીસા ના એકલવ્ય યુવા સંગઠન દ્વારા રોકડ ઇનામ 10 હજાર રોકડા તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.તેમજ ઉપવિજેતા રાણીવાડા ઇલેવન ની ટીમને પણ 5100 રોકડા તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.તેમજ મેન ઓફ ધ મેચ ને પણ ટીશર્ટ આપી સન્માનિત કરાયા હતા.તેમજ આદિવાસી ભીલ સમાજના આગેવાનો તેમજ દાંતા શ્રીઓનું પણ એકલવ્ય યુવા સંગઠન દ્વારા સન્માન કરાયું હતું
ડીસા : મહાવીર શાહ