બોમ્બ બનાવવાની તાલીમ લીધેલા આરોપીને ગુજરાત એટીએસએ મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો

બોમ્બ બનાવવાની તાલીમ લીધેલા આરોપીને એટીએસએ મહારાષ્ટ્રથી પકડી પાડ્યો હતો. આરોપીના વિરુધ્ધમાં એનઆઈએ દિલ્લીના યુ.એ.પી.એનો ગુનો નોંધાયો હતો. આરોપીએ ઘરે જ બોમ્બ બનાવવાની તાલીમ લીધી હતી. એટીએસએ તેની ધરપકડ કરી દિલ્હી એનઆઇએને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

રાજસ્થાનના ચિતોડગઢ જીલ્લાના નિમ્બાહેરા વિસ્તારમાં પોલીસની નાકાબંધી દરમિયાન એક કારમાંથી પોલીસે 13 કિલોગ્રામ એક્ષપ્લોસીવ અને બેટરી તથા ઘડિયાલ અને વાયર જેવા પદાર્થો મળી આવ્યા હતા. જેથી પોલીસે સૈફુલ્લાહ, અલ્તમસ અને જુબેર નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. બાદમાં આ અંગે તપાસ કરતા આમિન ફાવડા, આમીન પટેલ અને ઈમરાન ખાનની સંડોવણી સામે આવતા રતલામ ખાતેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી હતી. બ્લાસ્ટની સામગ્રી સહિતની વસ્તુઓ મળતા આ અંગેની વધુ તપાસ એનઆઈએ દિલ્લીને સોંપવામાં આવી હતી.

આ દરમિયાન ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, આ કેસમાં આરોપી આકિફ અને પકડાયેલો જુબેરના અગાઉ બે વખત અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન આરોપી આકિફ મહારાષ્ટ્રના પડઘા ખાતે હોવાની માહિતી ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને મળી હતી. એટીએસની ટીમ મહારાષ્ટ્ર પહોચી અને આકિફને ઝડપી પાડ્યો હતો.

આરોપીની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, ફેબ્રુઆરી 2022માં રતલામ ખાતે આમીન ફાવડાના ઘરે પોતે ગયો હતો અને તે બન્ને ત્યાંથી રતલામ ખાતે આ કાવતરાના માસ્ટર માઈન્ડ ઈમરાનખાનના પોલ્ટ્રી ફાર્મ ખાતે ગયા હતા. આમીન ફાવડા, આમીન પટેલ, ઈમરાન ખાન તથા અન્ય બોમ્બ બનાવવાની બે દિવસની ટ્રેનીંગ લીધી હોવાનુ બહાર આવ્યું હતુ. આ અંગે એટીએસની ટીમે આરોપીની પુછપરછ કરી દિલ્હી સોંપવા માટેની તજવીજ હાથ ધરી હતી

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version