બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ધાનેરા તાલુકા ના જાડી અને સેરા ગામ વચ્ચે બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યુવકો બાઇક લઈને જાડી થી સેરા ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા જીપ ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા બાઈક સવારો ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જેમાં અરવિંદ ઠાકોર અને મહેન્દ્ર ઠાકોર ગંભીર ઈજાઓના કારણે બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીક હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.જોકે સ્થાનિક લોકોએ પોલીસને જાણ ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોચી હતી. બંને મૃતકોના મૂર્તદેહોને પીએમ અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે.તેમજ ગાડી ચાલક ના વિરુધ માં અકસ્માત નો ગુન્હો નોધી વધુ તપાસ હાથધરી હતી.