દિયોદરના સુરાણા પાસે અકસ્માતની ઘટના,એક નું મોત

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સુરાણા ગામે કુતરુ આડે આવી જતાં કાર પલટી ખાઇ ગઇ હતી. કુતરાને બચાવવા જતા ફંગોળાયેલી કારમાં બેઠેલા 60 વર્ષીય વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. જ્યારે બનાવને પગલે આજુબાજુના લોકો અને દિયોદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.

દિયોદર તાલુકાના સુરાણા ગામ પાસે કારનો અકસ્માત સર્જાયો હતો. દિયોદર એક પરિવાર કાર લઈને સુરાણા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક રસ્તામાં કુતરૂ આવી જતા તેને બચાવવાના પ્રયાસમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલી કાર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.કુતરાને બચાવવા જતા ફંગોળાયેલી કારમાં બેઠેલા 60 વર્ષીય વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *