ડીસામાં રાત્રે સ્પોર્ટ્સ ક્લબ આગળ હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે જેમાં એક રાહદારી મહિલા અને બાળકીને પુરપાટ ઝડપે જઇ રહેલા ગાડી ના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં મળતી માહિતી અનુસાર ડીસામાં શિવનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષીય કમળાબેન બારોટ તેમની પુત્રી સાથે લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત કરી જઈ રહ્યા હતા અને સ્પોર્ટ્સ ક્લબ આગળથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક પુરપાટ ઝડપે જઇ રહેલા ગાડીના ચાલકે રાહદારી પરિવારને લઈ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં કમળાબેન બારોટ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો ને ટીઆરબી ના જવાનો દોડી આવી જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ પણ તાત્કાલિક અકસ્માત સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે સ્થાનિક લોકોએ બેફામ ગાડી ચલાવી અકસ્માત કરી ફરાર થઈ જનાર ગાડીનો પીછો કર્યો હતો અને ચૌધરી પેટ્રોલ પંપ પાસેથી ગાડીના ચાલક નરપતસિંહ દરબારને ઝડપી પોલીસના હવાલે કર્યો હતો.