ડીસા ભીલડી રોડ પર આવેલ માલગઢ નજીક આજે વહેલી સવારે બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.એક ઘભીર રીતે ઘાયલ થતા સારવાર માટે ખસેડાયો હતો
બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત ની ઘટના સામે આવી છે જેમાં એકનું મોત થયું છે અને એક ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ડીસા થી ભીલડી નેશનલ હાઈવે પર આજે ત્રણ વાગ્યાના આસ પાસ માલગઢ નજીક એક ટ્રેલરમાં ટેકનિકલ ખામી હોવાથી તે રોડ પર પડ્યું હતું.તે દરમિયાન પાછળ થી આવી રહેલ પુર ઝડપે ટ્રેલર ના ચાલકે આગળ પડી રહેલા ટ્રેલર ના પાછળ ના ભાગે જોરદાર ટક્કર મારતાં ટ્રેલર ના કેબિન ના કુરચે ફૂરચા નીકળી ગયા હતા. ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને તાત્કાલિક 108 ની ટીમ ને જાણ કરતાં ડીસા તેમજ બેકરીની ૧૦૮ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ અકસ્માતમાં કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર તેમજ ક્લીનરને મા મુસીબત એ બહાર નીકળ્યા હતા પરંતુ આ અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું તેમજ ક્લીનર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ વધુ સારવાર માટે પાલનપુર ખાતે રીફર કરાયો હતો અકસ્માતના પગલે ડીસા તાલુકા પોલીસને જાણ કરાતા ડીસા તાલુકા પોલીસની ટીમ પર ઘટનાસ્થળે દોડી આવી હતી વધુ તપાસ હાથ ધરી હતી…