બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે આજે વહેલી સવારે ડીસા તાલુકાના ભાચરવા નજીક ટ્રેલર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પિકઅપ ડાલા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો.ડીસા ના રીજમેન્ટ ખાતે રહેતા મૂળ રહેવાસી ફુલાસર તા.ભણીયાણા જી.જેસલમેર રાજસ્થાન ના બાબુસિંહ ગોરધનસિંહ રાજપુરોહિત પોતાનું પિકપ ડાલું નંબર GJ-10-TV-5021 નું લઈ ગત રોજ વહેલી સવારે વિઠોદર ગામ તરફ થી ભાચરવા તરફ જઈ રહ્યા હતા.તે દરમિયાન પુર ઝડપે ગફલકભર્યું દ્રાઇવીંગ કરી આવી રહેલા ટ્રેલર નંબર RJ-42-GA-0502 ના ચાલકે પિકપ ડાલા ને જોરદાર ટક્કર મારતા પિકપ ડાલામાં સવાર બાબુસિંહ ગોરધનસિંહ રાજપુરોહિત નું ઘટના સ્થળે મોટ નીપજ્યું હતું ઘટનાના પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા.તાત્કાલિક ડીસા તાલુકા પોલિસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી મૃતક ની લાશ ને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડાઇ હતી જે બાદ મૃતક બાબુસિંહ રાજપુરોહિત ના મામાના દીકરા ઉત્તમસિંહ ભગવાનસિંહ રાજપુરોહિત એ ડીસા તાલુકા પોલીસ મથકે RJ-42-GA-0502 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…