બનાસકાંઠા માં માર્ગ અકસ્માતો ની ધટના માં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે.ત્યારે સુઇગામ ના લિબુણી ગામ નજીક બાઇક પિકપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં સાંતલપુર તાલુકાના ઝઝામ ગામના યુવાન બબાભાઇ પટેલ નું ઘટના સ્થળે મોત થતા ચકચાર મચી હતી. જેથી લાશ ને સુઇગામ રેફરલ હોસ્પિટલ માં પી.એમ અર્થે ખસેડી હતી. વધુ માં પી.એમ કરાઇ લાશ ને વાલી વારસો લાશ સુપ્રીત કરી હતી. તેમજ સુઇગામ તાલુકા પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે