આમ તો દરેક નેતા અભિનેતા ક્યારેક પોતાના અલગ અંદાજના કારણે ચર્ચામાં આવતા હોય છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના નેતા ઇસુદાન ગઢવી લગ્ન પ્રસંગમા હાજરી આપવા ખંભાળિયા તાલુકાના પીપરિયા ગામે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટી નેતા ઈશુદાન ગઢવી જોવા મળ્યા હતા પરંપરાગત અંદાજમા,ખંભાળિયા તાલુકાના પિપરીયા ગામે યોજાયેલ લગ્ન પ્રસંગ માં આપ નેતા ઈશુદાન ગઢવી પરંપરાગત ચારણી રાસ રમતા હોવાનો વિડ્યો સામે આવ્યો છે ખેડૂત પુત્ર હોવાની સાથે ચારણ સમાજ માથી આવતા ઇસુદાન ગઢવી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ચારણી રાસની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા ઈશુદાન ગઢવીનો પોતાના આગવી પોશાક માં જુનવાણી ઢબ મુજબ રાસ ની રમજટ બોલાવતો વિડિયોમાં ઇસુદાન પરંપરાગત વસ્ત્રો માં રાસ રમતા નજરે પડ્યા હતા આપ પાર્ટીમાં હમેશાં ગંભીર મુન્દ્રા માં જોવા મળતા ઈશુદાન ગઢવી લગ્ન પ્રસંગ માં હળવી પળો માણતા જોવા મળ્યા હતા રાત્રીના સમયે દાંડિયા રાસ પ્રસંગે ઇસુદાન ગઢવીએ પીપરિયા ગામે એમના નજીકના સગા સબંધીનાં ત્યાં તેઓએ હાજરી આપી હતી જ્યાં તેઓએ સફેદ કલરના વસ્ત્રોમાં ચારણી રાસ રમતા નજરે પડ્યા હતા