દિયોદર તાલુકા ના રવેલ ગામના વતની અને આંજણા કણબી પટેલ સેવા સંઘ સંગઠન ના સામાજિક કાર્યકર હસમુખ પટેલ છેલ્લા ઘણા સમયથી સોસીયલ મીડિયા થકી અનેક લોકો ને લોહી (બ્લડ) પૂરું પાડી રહ્યા છે જેમના આ સેવા કાર્યથી જેમને દિલ્હી ખાતે અખંડ ભારત રાષ્ટ્રીય સેવાદળ ના સહયોગથી ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે
હસમુખ પટેલ સોસિયલ મીડિયા માં રક્તદાન જીવન દાન તેમજ રક્તદાતા ટિમ ભારત નામના ગ્રુપ બનાવી ગુજરાત સહિત ભારત ભર માં જયાં પણ કોઈ વ્યક્તિ ને હોસ્પિટલ માં લોહી (રક્ત) ની જરૂર પડે તો જેમના સહયોગી મિત્રો તેમજ રક્ત દાતા નો સંપર્ક કરી મદદ રૂપ થાય છે અને જેઓ આ સેવા સોસીયલ મીડિયા થકી છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે જેમની સારી સેવા ની કામગીરી જોઈ જેમને ગત રોજ દિલ્હી ખાતે અખંડ ભારત રાષ્ટ્રીય સેવાદળ ના સહયોગથી ભારત ભૂષણ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરાયા હતા
