બનાસકાંઠા પાલનપુરમાં વધુ એક યુવકનું અપહરણ નગ્ન વીડિયો ઉતારી ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે ૭ લોકો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.જેમાં મળતી માહિતી અનુસાર ચડોતરના યુવક ને છોકરી એ ફોન કરી ડીસા પાલનપુર હાઈવે પર આવેલી ઝાયકા હોટેલ પાસે બોલાવી તું મારી સમાજ ની છોકરી ને લઈને કેમ ફરે છે તેમ કહી મૂઠમાર મારી તેમજ આંખે પાટા બાંધી અપહરણ કરી નગ્ન કરી વિડીઓ સામે અપશબ્દો બોલી વિડીયો ઉતારી ને વાયરલ કરવાની ધમકી આપી હતી. ચડોતરના યુવકે મલાણા ગામના ડેપ્યુટી સરપંચ સહિત અન્ય 6 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોધાવી હતી.જેમાં પોલીસે કલ્પેશભાઈ લક્ષમણભાઈ ગુડોલ રાહુલભાઈ દેવજીભાઈ ચૌધરી ,સુરશભાઈ સરદારભાઇ કાથરોટિયા,પ્રકાશભાઈ પરાગ ભાઈ ચૌધરી ,ભરતભાઈ ભુપતભાઈ બોકા ,હરેશભાઈ અમરાભાઈ ચૌધરી ના વિરુધ માં આઈ.પી.સી.૩૬૫,૧૪૩,૧૪૭ ૧૪૮,૧૪૯ ,૩૨૩,૨૯૪ બી ,૫૦૬ -૨, ૧૨૦બી ,જી.પી.એક્ટ ૧૩૫ મુજબ નો ગુન્હો નોધી તપાસ હાથધરી છે