૯ વર્ષ સેવા – સુશાસન અને ગરીબ કલ્યાણ અને ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની તમામ 182 વિધાનસભામાં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને અગ્રણીઓનું માર્ગદર્શનનું ૧૮૨ સ્થાન પર આખા ગુજરાત માં લાઈવ Zoom દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત આજે તારીખ -૨૩/૦૬/૨૦૨૩ ને શુક્રવારનાં રોજ સવારે ૦૯:૩૦ કલાકે ધાનેરા યાંત્રિક ભવન ખાતે zoom દ્વારા લાઈવ કાર્યક્રમ યોજાયોહતો આ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રગટ કરી વંદેમાતરમ ના ગાન થી સરુ કરાઈ હતી આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા શહેર અને ગ્રામ્ય વિસ્તાર ના જવાબદાર પદાધિકારી કાર્યકર્તાભાઈ બહેનો તથા પાર્ટીના સૌ આગેવાનો તેમજ બુથ અને પેજ પ્રમુખો હાજર રયા હતા અને કાર્યક્રમ ના સમાપન રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમ ની પુર્ણાહુતી કરાઈ હતી
