ગુજરાત નું એક ગામ એવું જ્યાં નથી પ્રગટાવતી હોળી…

બનાસકાંઠા જીલ્લાનું એક એવું ગામ છે જ્યાં હોળીના પર્વની કયારે પણ ઉજવણી થઇ નથી અને વર્ષોથી ચાલતી આવતી ગામમાં હોળીના પ્રગટવાની પરંપરા આજે પણ એક બંધ છે. દેશભરમાં જયારે ધામ ધૂમથી રંગોના તહેવાર એવી હોળીને ઉલ્લાસભેર ઉજવામાં આવે છે. અસત્ય પર સત્યની જીતનું આ તહેવાર દેશભરમાં ઉજવામાં આવે છે. તો શા માટે છેલ્લા ૨૦૦ વર્ષોથી આ ગામ હોળી પ્રગટ થઇ જ નથી તો જોઈએ અમારો વિશેષ અહેવાલ

સરહદી બનાસકાંઠા જીલ્લાનું ડીસા તાલુકામાં આવેલું રામસણ ગામનું પૌરાણિક નામ રામેશ્વરથી ઓળખાય છે એવું પણ કેહેવાય છે કે ભગવાન શ્રીરામ એ અહિયા આવીને રામેશ્વર ભગવાનનું પૂજા અર્ચના કરી હતી. રામેશ્વરના નામ પર બનેલું આ ગામમાં લગભગ ૧૦ હજારની જનસંખ્યા છે અને આ ઐતહાસિક ગામમાં ૨૦૭ વર્ષ પહેલા હોળી પ્રગટ કરવામાં આવી હતી. પરંતુ તે સમય અચાનક ગામ આગ લાગી ગઈ હતી. જેનાથી આ ગામ રહેતા લોકો ડરી ગયા હતા આગ કેમ લાગી તેની લોક માન્યતાએ હતી. રાજાએ સાધુ સંતોનું અપમાન કર્યું હતું. જેથી સાધુ સંતોએ શાર્પ આપ્યું હતું. હોળી પર્વ પર આ ગામમાં જયારે આગ લાગી હતી. તેના ઘણા વર્ષો બાદ આ ગામમાં લોકો ફરી હોળી પ્રગટાવાનું પ્રયત્ન કર્યું તો ફરી આ ગામમાં આગ લાગી કેટલાક મકાનો પણ આગમાં બળી ગયા હતા. અને ત્રણ વખત હોળીના પર્વ પર જ આવ્યું થતાં ત્યારથી જ હોળી પ્રગટવાનું ગામ લોકોએ બંધ કરી દીધું છે.

રામસણ ગામમાં લોકોનું કહેવું છે કે જયારે પણ હોળી આવે છે ત્યારે ગામના વડીલોએ જણાવ્યા મુજબ ૨૦૦ વર્ષો પહેલા હોળીના દિવસે ગામમાં લાગેલી ભયાનક આગની વાત યાદ આવે છે. અને આજે પણ ગામના એવા લોકો છે કે જેમને ખબર પણ નથી હોળીનું તહેવાર એટલે શું? અને જયારે બીજા ગામ જઈને હોળીને જોવે છે તો એમને પણ દુખ થાય છે કે અમારા ગામ કેમ હોળીના તહેવારની ઉજવણી થતી નથી.૨૦૦ વર્ષથી ચાલી આવી રહેલી આ પરંપરા આજે પણ બરકરાર છે અને આજની નવી પેઢીના વિચારોને જોતા આવનારા સમયમાં પણ આ પરંપરા બરકરાર રહે તેવું જણાઈ રહ્યું છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version