[ad_1]
Updated: May 9th, 2024
Mobile Theft Case in Jamnagar : જામનગર શહેરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ જામનગરના એસટી બસ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક ઉપર બસની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ખિસ્સામાંથી રૂપિયા 50 હજારની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે તસ્કરને પકડવા માટે પોલીસતંત્ર કવાયત કરી રહ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રહેતા રમેશભાઈ વશરામભાઈ માણસુરીયા કે જે જામનગરમાં એસટી ડેપોમાં આવ્યા હતા, અને પ્લેટફોર્મ નંબર એક પર ઉભા હતા, જે દરમિયાન તેમના ઉપરના શર્ટના ખિસ્સામાંથી કોઈ તસ્કરો રૂપિયા 50 હજારની કિંમતમાં મોબાઈલ ફોનની ચોરી કરી ગયાનું પોલીસમાં જાહેર કર્યું છે.જે મામલે સીટી એ.ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.
[ad_2]