ભાદરવી પૂનમના મેળાને વિશેષ યાદગાર બનાવવા રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની આ વર્ષે અનોખી પહેલ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ રહી છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા મેળાને શ્રધ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળાને યાદગાર બનાવવા માટે યાત્રિકોની તમામ સુવિધાઓ , સવલતો અને સુરક્ષા જળવાય એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો દર્શનાર્થીઓ – યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ કે મુશ્કેલી ન પડે એ બાબતનું ખાસ ધ્યાન રાખી મેળામાં ચાલુ સાલે કેટલીક સુવિધાઓ પ્રથમવાર ઉપલબ્ધ બનવાઈ છે. તો યાત્રિકો તેમની યાત્રાનો થાક ભૂલી હળવાશ અને રાહત સાથે મનોરંજન મેળવે અને તેમના જાન માલની સુરક્ષા જળવાય એવા વિશિષ્ટ પ્રયાસો અને નવીન પહેલ આ વખતે મેળામાં શરૂ કરવામાં આવી છે. *આદિવાસી દીકરીઓ દ્વારા મેળાનો પ્રારંભ* ચાલુ સાલે 5 મી સપ્ટેમ્બર થી 10 મી સપ્ટેમ્બર સુધી યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે મેળાના પ્રારંભની નવીન પહેલ કરતા શક્તિપીઠ અંબાજીમાં અતુલ્ય શ્રદ્ધા ધરાવતી આદિજાતિની દિકરીઓના હસ્સ્તે કરાયું હતું