બનાસકાંઠા જીલ્લા માં અકસ્માત નો શીલશીલો યથાવત જોવા મળી રહ્યો છે જેમાં ગફલત ભર્યા ડ્રાઈવિંગ ના લીધે અનેક લોકો મોત નો ભોગ બનતા હોય છે જેને લઈને થરાદના સરકારી હોસ્પિટલ ત્રણ રસ્તા નજીક લીંબોણી ગામના માતાપુત્ર બાઇક લઈ હાઈવે પર જતી વખતે હાઇવે ફોરલેનની કામગીરી ચાલતી હોવાને લઈને માં ટ્રકોનું ટ્રાફિક જામ થયું હતું. ત્યારે બાઇક સવાર માતાપુત્ર હાઇવે પર ચડતી વખતે પાછળથી વજન ભરેલી ટ્રકના ટાયર નીચે મહિલાને કચડી અકસ્માત કરી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો.

ત્યારે ધટનાના પગલે હાઈવેની બંને બાજુ વાહનોનું ટ્રાંફિક જામ થઈ ગયું હતું. તેમજ ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. અને હાજર લોકોએ પોલીસ મથકે જાણ કરી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર માતાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું અને પુત્રને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મહિલાને pm અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડી હાઈવે પરનું ટ્રાફિક હટાવ્યું હતું.