બનાસકાંઠા જીલ્લા સહીત સમગ્ર ગુજરાત માં અકસ્માત માં દિન પ્રતિદિન વધારો જોવા મળે છે.ત્યારે આવા અનેક અકસ્માતો માં લોકો મોત ને ભેટતા હોય છે.ત્યારે વધુ એક અકસ્માત થરાદ સંચોર હાઈવે પર પીલુડા અને મેસરા નજીક સામે આવ્યો હતો.જેમાં થરાદ તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલા ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત થતા ની સાથે લોકો ના ટોળેટોળા એકઠા થયા હતા.જેમાં એક ટ્રક ની પાછળ અન્ય બે ટ્રકો ટકરાતા ત્રિપલ અકસ્માત માં બે ના મોત અન્ય એક વ્યક્તિ ધાયલ થતા નજીક ની રેફ્રરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા .જોકે બે લોકો ને પીએમ અર્થે ખસેડી થરાદ પોલીસે અકસ્માત નો ગુનો નોધી વધુ તપાસ હાથધરી હતી.