જેમ જેમ ગુજરાત વિધાનસભા ની ચુંટણી ના મતદાન ના દિવસ નજીક આવી રહ્યા છે.તેમ તેમ રાજકીય પાર્ટી ઓ દ્વારા દારુ ની આપ લે ની કામગીરી ને નિષ્ફળ કરવા બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ૩૦ થી વધુ ચોકીઓ કાર્યરત કરવામાં આવી છે ત્યારે વિધાનસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા, એસ.એમ.વારોતરીયા, નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદનાઓના માર્ગદર્શન હેઠળ, તેમજ આર.એસ.દેસાઈ, પોલીસ ઈન્સ્પેકટર થરાદ પો.સ્ટે.ની રાહબરી માર્ગદર્શન હેઠળ, આજરોજ આંતર રાજ્ય ખોડા બોર્ડર પોલીસ ચેક્પોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન ટ્રેલર ગાડી નંબર PB-05-AB-3320માંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો જેમાં દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે અને વગર પાસપરમીટનો હોઈ જેની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૩૬૦, કુલ બોટલ નંગ-૪૩૨૦ કુલ કિ.રૂ.૧૬,૨૦,૦૦૦/-નો દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ કિ.રૂા.૩૨,૯૬,૪૦૦/-નો મુદ્દામાલ કબજે કરેલ છે. જે ટ્રક ગાડીના ચાલક વકિલસિંગ પાલસિંગ જાતે.જટ(શીખ)રહે.દીલાવરપુર તા.ખડુર સાહીબ જી.તરણ પંજાબવાળા તથા દારૂ ભરાવનાર હરપ્રિતસિંગ રણજીતસિંગ જાતે,જટ(શીખ) રહે.કાશીરામ કોલોની ઝલકા પંજાબ તથા સુનિલ રાવ રહે.રાજસ્થાન-પંજાબ બોર્ડર પાસે રાજપુરાવાળા વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.