ડીસામાં ચોરીઓનો સિલસિલો યથાવત રહેતા તસ્કર રાજ જેવી સ્થિતિ સર્જાઇ છે આજે અજાપુરા પાસે વધુ છ દુકાનો ના તાળા તોડી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા છે જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે
ડીસામાં તસ્કરો હવે શહેર બાદ ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા છે અત્યાર સુધી શહેરમાં ચોરી કર્યા બાદ હવે આજે અજાપુરા ગામ પાસે આવેલ શોપિંગ સેન્ટર માં છ દુકાનોના શટર ના તાળા તોડી ચોરી કરી ગયા છે. મોડી રાત્રે બાપા સદારામ એગ્રો સેન્ટર, શ્રીરામ એગ્રો સેન્ટર, શ્રી બાળાગૌરી એન્ટરપ્રાઇઝ, ગુરુ સીડ્સ, નીલકંઠ પાર્લર અને ઓમ બ્રિજ સર્વિસ નામની દુકાનોમાંથી તસ્કરો રોકડ સહિત માલસામાનની ચોરી કરી ગયા હતા. વહેલી સવારે ઘટનાની જાણ થતા જ દુકાન માલિકોએ જાણ કરતા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી. તેમજ ચોરી કરનાર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ડીસા તાલુકા પોલીસે ચોરી કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસથી ડીસા પંથકમાં સતત ચોરીઓની ઘટનાઓ નો સિલસિલો ચાલુ છે જેથી ડીસા માં તસ્કર રાજ જેવી સ્થિતિ સર્જાતા પોલીસની કામગીરી સામે પણ વેપારીઓ સવાલ ઉઠાવી રહ્યા છે . .