બનાસકાંઠા જીલ્લા ના સરહદી પથંક માં લીલા લાકડા ના નિકંદન ને લઈને યે હૈ ન્યુઝ ઈન્ડિયા ચેનલ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.જે અંગે ગત રોજ વાવડી ગામ નજીક થી ગામ ના જાગૃત નાગરિકો દ્વારા દિવસ રાત હેરા ફેરી કરતા લાકડા ભરેલા ટ્રેકટરો ને ઝડપી પાડયા હતા.જેની જાણ સ્થાનિક મામલતદાર કે.એચ ,વાઘેલા ને કરાઈ હતી.જે અંગે મામલદાર સહીત તેમની ટીમ ધટના સ્થળે પહોચી હતી.અને ટ્રેકટર ને પકડી પોલીસ સ્ટેશન માં મુકવામાં આવ્યું હતું.જે અંગે મામલતદાર એ વાહતુકતા અને પરીવાનગી અંગે પૂછતા ટ્રેકટર ચાલકે થોડો ટાઈમ માંગી સરપંચ નો દાખલો પુરવાર કરી ટ્રેકટર છોડાવ્યું હતું.ત્યારે આ ટ્રેકટર ચાલક અંગે અનેક સવાલો ઉપજી રહ્યા છે.જેમાં શુ ખરેખર પરવાનગી લીધી હતી કે પછી પકડાયા પછી સેટિંગ કરી આ દાખલો પુરવાર કર્યા હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે સ્થાનિક મામલતદાર ધટના સ્થળ પર પહોચી સરપંચ દ્વારા આપવામાં આવેલા દાખલા ની ખરાઈ કરાઈ કરે તેમજ શું આ ખનગી જગ્યા પર થી આ લાકડા નું નિકંદન કરવામાં આવ્યું છે કે પછી સેટિંગ કરી આ દાખલો આપવામાં આવ્યો છે તેની તપાસ કરે તેવી લોક માંગ છે