બનાસકાંઠા ના ભાભર ના મીઠા બાદ દિયોદર માંથી બે જુગારીઓ ઝડપાયા .દિયોદર પોલીસ ને મળેલ ખાનગી રાહે બાતમી આધારે દિયોદર ના બિયોકપૂરા વિસ્તારમાં આવેલ રહેણાક મકાનમાં દિયોદર પોલીસ ની ટીમે રેડ કરી જુગાર રમતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા ..
બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ જુગાર તેમજ ચોરી ની પ્રવુતિ અટકાવવા માટે દિયોદર પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી બાતમી આધારે દિયોદર રેલ્વે ફાટક પાસે આવેલ બિયોકપૂરા વિસ્તારમાં રહેતા રગીબેન જયંતીભાઈ ઠાકોર તેમના રહેણાક મકાન ના પાછળ ના ભાગમાં જુગાર રમાડે છે જેને લઇ દિયોદર પોલીસ ની ટીમે તેમના રહેણાક મકાનમાં રેડ કરી હતી અને જુગાર રમતા અનૂપજી છગનજી ઠાકોર રહે લુદરા તાં દિયોદર તથા ગાંડાભાઈ ઉર્ફ શીવાભાઈ ખેતાભાઈ કુંભાર રહે ગોલવી તાં દિયોદર બંને ઇસમોને કુલ રૂ 15.880ના મુદ્દામાલ સાથે જુગાર સાહિત્ય ઝડપી પાડયા હતા અને દિયોદર પોલીસે બે લોકો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….