બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.આ રખડતા ઢોર ના કારણે જાહેર માર્ગો પર ઢોરોના કારણે દિનપ્રતિદિન માર્ગ અકસ્માત ની ઘટના સામે આવી રહી છે.ત્યારે આજે વધુ એક અકસ્માત ની ઘટના સામે આવી છે..રાજસ્થાન ના નાગોર જિલ્લાના નાવા તાલુકાના ચિતાવા ખાતે રહેતા મુકેશપુરી ગોપાલાલ ગૌસ્વામી ડ્રાઇવિંગ કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.તા.03/02/2022 ના રોજ અજાપુરા કચ્છ માંથી ટેન્કર નંબર RJ-47-GA-1016 માં રિફાઇન્ડ તેલ 40,780 કિલોગ્રામ ભરી વારાણસી ઉત્તરપ્રદેશ જવા માટે નીકળેલ જે વિઠોદર ચોકડી પાસે આવેલ એસ આર પટેલ પંપ ખાતે આવતા હાઇવે પર પુરઝડપે જઈ રહેલ ટેન્કર આગળ અચાનક નીલ ગાય આવી જતા ટેન્કર ના ચાલક મુકેશપુરી ગોપાલાલ ગૌસ્વામી એકદમ ટેન્કર ને બ્રેક મારતા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રિફાઇન્ડ તેલ ભરેલ ટેન્કર રોડ ની સાઈડમાં પલટી ખાતા ટેન્કર ની પાઇપ નું લોક તૂટી જતા ટેન્કરમાં ભરેલ રિફાઇન્ડ તેલ પણ ઢોળાઈ ગયેલ અને ટેન્કર ને પણ મોટું નુકસાન થવા પામ્યું હતું જે બાદ આજ રોડ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે