બનાસકાંઠા જીલ્લા ના વાવ મામલતદાર કચેરી ના હોલ ખાતે થરાદ પ્રાંત અધિકારી તુષાર.કે.જાની ની અધ્યક્ષતામાં વાવ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાઈ ગયો હતો. તાલુકાના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હાલ થાય તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ શનિવારે વાવ મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો.

જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં સમગ્ર રાજ્યમાં આવેલું છે. જે અનુસંધાને વાવ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ વાવ માલતદાર કચેરી ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં એરંડામાં થયેલ નુકશાનીના વળતર અંગે તેમજ આઈ.ખેડૂત પોર્ટલ પર અરજીઓ આજ દિન સુધી નિકાલ થયો નથી,વાવ બસસ્ટેન્ડ નજીક લાયબ્રેરી ચાલુ કરાવવા ,તેમજ રાધાનેસડા મુકામે ધર વપરાશ વીજ કનેક્શન કામ અંગે સ્થતિ અંગે ચર્ચા તેમજ વાવ અને માવસરી વિશ્રામ ગૃહ બનાવવા બાબતે ,

તેમજ વાવ શહેર તેમજ તાલુકા માં ઉનાળા ની સીઝન માં પીવાના પાણી ની તકલીફ ન પડે તેમાટે આગોતરું આયોજન કરવા તેમજ વાવ તાલુકામાં PMAYયોજના અંતર્ગત સર્વે ની મુદ્દત વધારવી તેમજ રાજ્ય સરકાર દ્વારા વાવ તાલુકા ના ૧૧ ગામોમાં સોલાર અંગે પ્રોજેક્ટ અંગે નીં ચર્ચા વિચારણા તેમજ અધિકારીઓ ના જવાબો લેવામાં આવ્યા હતા.આજ ના આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગો ના વડા તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.