
મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ પાટણ નાળા માં શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે ટ્રાફિક રહેતું હોય છે ત્યારે હવે એક પીકપ ડાલું જઈ રહ્યું હતું એની પાછળ સ્વિફ્ટ કાર ઘુસી જતાં અક્સ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કાર ને આગળના ભાગમાં નુકશાન થયું હતું જોકે બન્ને વાહન ચાલકો દ્વારા કોઇ પોલીસ ફરીયાદ વિના સમાધાન કરવાની વાત કરી મામલો થાળે પાડવા માટે કવાયત હાથ ધરાઈ હતી

પરંતુ અમુક અંશે જવાબદાર કોણ? એ પણ એક સવાલ છે ત્યારે સતત લોકોની ભીડ રહેતી હોવાના કારણે વાહન ચાલકો ધીમીગતિએ ચાલે એ પણ જરૂરી છે અન્યથા કોઈ અક્સ્માત સર્જાય તો જાનહાની થઈ શકે એવા અમુક સમય મુજબ ટ્રાફિકના દ્રશ્યો જોવા મળે છે