બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ઢીમા ગામમાં ઢીમણનાગ ગૌશાળામાં વેલ્ડીંગ દરમિયાન અચાનક આગ લાગી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલ ઢીમણનાગ મંદિર સંચાલિત ગૌશાળા ની અંદર આગ લાગતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થયો હતો જોકે પ્રાપ્ત માહિતી અનુસાર ઢીમા ની ઢીમણનાગ ગૌશાળા ની અંદર શેડના કામની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન વેલ્ડીંગની કામગીરી ચાલુ હતી તે દરમિયાન અચાનક ઘાસના શેડમાં આગ ભભૂકતા આજુબાજુ ના લોકો દ્વારા થરાદ નગરપાલિકા ના ફાયર ફાઈટર નો સંપર્ક કરતા ફાયર ફાઈટર ની ટીમ ધટના સ્થળે પહોચી પાણી નો મારો ચલાવ્યો હતો.જોકે મોટાભાગનો ગૌવંશ માટે રાખેલો લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.