દેશમાં રોજગારી ઓછી થાય અને વિધાર્થીઓને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા તો પ્રયાસ કરવામાં આવે જ છે.. ત્યારે આજે સરકારના આ પ્રયાસ માં ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ જોડાઈ છે.. ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને બેંકિંગ જોબ ગાઈડન્સ માટે ખાસ સેમિનાર યોજાયો હતો.. જેમાં વિધાર્થીઓને બેંકિંગમાં જોબ મેળવવા માટે શું શું કરવું જોઇયે અને વિધાર્થીઓએ કેવી રીતે બેન્કમાં જોબ મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. આ સેમિનારનો લાભ પણ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ લીધો હતો.આજે યોજાયેલ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન્ટ્રી ઈન સર્વિસ એન્ડ કેરિયર કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલના કન્વિનર પ્રો. દિવ્યા જી. પિલ્લઈ દ્રારા બેન્કિંગ જોબ પ્લેસમેન્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના કાર્યકરી આચાર્ય પ્રા , રાજુભાઈ રબારી નાં શાબ્દિક ઉદબોધનથી કરી હતી . IQAC નાં કન્વિનર પ્રો. તેજસ બી. આઝાદે વિદ્યાર્થીઓને બેન્કિંગ જોબ માટે પોત્સાહીત કર્યા હતા. ત્યારબાદ સેમીનાર ના મુખ્ય વકતા ફસ્ટૅ બેંક જોબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાયનાન્સ ના CEO અને ફાઉન્ડર શ્રી, અભિનવ પુરોહીતે બેન્કિંગ જોબ માટેની કાર્યપધ્ધતિ, કોમ્યુનિકેશન સ્કિલ, રીલેશનશીપ તેમજ પર્સનાલિટીની સ્કિલ વિશેની સંપૂર્ણ માહિતી પ્રોફેશનલ ટ્રેનિગ દ્રારા આપી હતી.