બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડીપથેરિયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો જેમાં વર્ષ-૨૦૧૯ માં ડિપ્થેેરીયાના ૩૭૭ કેસો સામે આવ્યા હતાં. તેમાંથી ૧૭ બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ વર્ષ-૨૦૨૦માં ૭૧ કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી ૧૦ બાળકોના મૃત્યું થયાં હતાં. ત્યારે હવે ડિપ્થેરીયા રોગથી વધુ એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરાયું છે. મુખ્ય જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શીવનાથ દેવ ના માર્ગદર્શન મુજબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી પી એમ ચૌધરી ના વડપણ હેઠળ ડીસા તાલુકા ના 13- PHC અને 2 અર્બન હેલ્થ સેન્ટર પર TD વેક્સીનની શરૂઆત કરાઈ છે. આ વેક્સીન પ્રોગ્રામ હેઠળ 10 વર્ષ થી 16 વર્ષ ના 16207 બાળકો ને આવરી લેવામા આવશે. ડીસા હેલ્થ ઓફિસર તમામ બાળકોના વાલીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે વ્હાલસોયા બાળક ની સુરક્ષિત અને સલામત જિંદગી માટે ડિપ્થેનરીયાની રસી અવશ્ય મુકાવવી જોઈએ.ત્યારે આજે ડીસા તાલુકાની 280 શાળાઓમાં આરોગ્ય ટિમ દ્વારા વેકશીન અભિયાન શરૂ કરાયું હતું.જેમાં ડીસા આદર્શ સ્કૂલ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વેકશીન અપાઈ હતી..