ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં સનાતન ધર્મની કે હિન્દુ ધર્મની વાતો કરવાથી હિન્દુ સંસ્કૃતિ ટકતી નથી મૂર્તિઓની પૂજાપાઠ કરી અને શાસ્ત્રોનો પાઠ કરવાથી કોઈ જવાબદારી પૂરી થતી નથી પરંતુ દેવી દેવતાઓને શાસ્ત્રનો અપમાન ન થાય એ અગત્યનું છે ધાનેરા મામા બાપજી મંદિર એ એક માત્ર ધાનેરાનું પિકનિક સ્થળ અને લોકો ની મનોકામના પૂર્ણ કરનાર ભગવાન નું મંદિર છે. નગરપાલિકા ની જમીન મા સુંદર બાગ બગીચો પણ બનાવવા મા આવેલ છે આ સ્થળ એ ધાનેરા નું નાક છે તેમ કહેવું કોઈ ખોટું નથી,આ મંદિર પાસે તળાવમાં દશામાં તેમજ ગણેશજીની મૂર્તિ વિસર્જન કરાય છે પરંતુ લોકો આ તળાવને કચરાપેટી સમજીને ગમે તે કચરો નાખતો જોવા મળી રહ્યા છે.

આ સ્થળ ઉપર દેવી દેવતાઓની મૂર્તિઓ તેમજ છબી અને હિન્દુ ધર્મના મુખ્ય ગ્રંથો પણ જોવા મળ્યા હતા અમારા યે હૈ ન્યુઝ ઈન્ડિયા ચેનલ રિપોર્ટર દ્વારા કચરામાં તપાસ કરતા ભગવત ગીતાનું પુસ્તક પણ હાથમાં આવ્યું હતું ખરેખર હિન્દુ ધર્મના કેટલા મૂરખા લોકોએ આવા ધાર્મિક પુસ્તકને પણ કચરામાં નાખતા શરમ અનુભવવી જરૂર હતી ગણેશ વિસર્જન ને આજે દસ પંદર દિવસ થવા આવ્યા છે અને એકલો કચરો મંદિરમાં નાં તળાવ અને સીડીઓ પર જોવા મળી રયો છે તો આ બાબતે શુ? નગરપાલિકાની જવાબદારી નથી? આ બાબતે ગામમાં તો આંખ આડા કાન કરી રહી છે પરંતું ભગવાન નાં ધામ મા પણ નગરપાલિકા સફાઈની સફાઈમાં ઢીલી નીતિ અપનાવી રહી જોવા મળી રહી છે, જવાબદાર કર્મચારી ઓ ફક્ત મહિના નાં પગાર તારીખ ની રાહ જોતા હોય તેવું લાગી રયું છે. હાલ ચાર્જ મા આવેલ અધિકારી ધાનેરા નગરપાલિકા મા ચાલતી લાલિયા વાડી પર એક્સન ચાલુ કરે તેવી લોકોની માંગ છે