બનાસકાંઠા ના વાવાઝોડા હવામાન ના લીધે વીજ લાઈનમાં શોર્ટસર્કિટ લાગવાની ધટના સામે આવી છે.જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તાલુકાના જામપુર ગામ માં આગ લાગ્વાનીઓ ધટના સામે આવી છે.જેમાં જામપર ના પ્રજાપતિ બાબુભાઈ ઓખાભાઈના ખેતરમાં પડેલા જુવારના ઘાસચારામાં ખેતરમાંથી પસાર થતી વિજલાઇનમાં શોર્ટસર્કિટ થતા આગ લાગવાનો થરાદ ફાયર ફાઈટર ટીમ ને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો અને ખેડુતના કહ્યા મુજબ ચાર ટ્રોલી ઘાસચારો હતો તેમાંથી એક ટ્રોલી ઘાસચારો બચાવ્યો હતો.બાકી નો બળી ને ખાખ થયો હતો.