બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ બનાસકાંઠા જીલ્લાનાઓએ જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના એન.વી.રહેવર, પો.સબ.ઈન્સ. ભાભર પોલીસ સ્ટેશન તથા ભાભર પોલીસ સ્ટાફના માણસો ભાભર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,ભાભર ભીમબોરડી રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ.કોલેજની બાજુમા ખુલ્લી પડતર જમીનમાં ઈન્દુભા વિનુભા રાઠોડ તથા કિર્તીભાઇ ગણેરાભાઈ પુરોહિત તથા જકુભા વાઘેલા તથા દિલીપજી પોપટજી ઠાકોર રહે-ભલગામ તથા મુકેશજી જોગાજી ઠાકોર નાઓ ભેગા મળી બહારથી વિદેશી દારૂ મંગાવી અલગ અલગ વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનુ કટીંગ કરી રહ્યા છે જે હકિકત આધારે સદરે જ્ગ્યાએ રેઇડ કરતાં એક સ્કોર્પિયો ગાડી જેનો રજી.નં-GJ-12-DR-1615 માંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂની ખાખી ક્લરના બોક્ષમાં અલગ-અલગ બનાવટની બોટલો કુલ નંગ-૮૫૨ કિ.રૂ.૧,૩૦,૨૦૦/- નો વિદેશી દારૂ મળી આવેલસથા સ્કોર્પિયો ગાડી જેનો રજી.નં-GJ-12-0R-1615 વાળી જેની કિ.રૂ.૩,00,000/- મળી કુલ કિ.રૂ.૪,૩૦,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવતાં પ્રોહી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.