બનાસકાંઠા સહીત ધાનેરા તાલુકા ના કેટલા ગામડાઓ માં વિસ્તારમાં રોગચાળો ફાટ્યો હોય તેવા એધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ધાનેરા વિસ્તારના ગરીબ અને ભોળા લોકો ક્યાંક ને ક્યાંક ઊંધા રવાડે ચડતા હોય તેવું લાગી રહ્યું છે ધાનેરામાં વસુંધરા નામની લેબોરેટરીમાં શંકાસ્પદ રિપોર્ટ થતા હોવાની બુમ રાડ ઉઠવા પામી છે ત્યારે ધાનેરાના એક જાગૃત નાગરિકે સમગ્ર બાબતને લઈ ધાનેરા આરોગ્ય વિભાગ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે અને કાયદેસરની કાર્યવાહી ની માગ કરી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગના અધિકારીએ પણ યોગ્ય પગલાં ભરવા માટેની ખાતરી આપી છે