બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈ ને ગેરકાયદેસર પ્રવુતિ ને ડામવા જિલ્લા પોલીસ વડા ના સૂચના થી ચોકીઓ વધારવામાં આવી છે .તેમજ ચૂંટણીને ધ્યાને લઈ ચેક પોસ્ટો પર સધન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટુ વ્હીલરથી લઈ મોટા ટેલર સુધી જીણવટ ભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં થરાદ ખોડા બોર્ડર પોલીસ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર રોકાવી પોલીસે ચેક કરતા ટ્રેલર ગાડી (GJ-12-A2-4646)માં ડ્રાઇવર પાંચારામ જાટ (રહે. કરના ચંપા ભાખરી, બાડમેર રાજસ્થાન)વાળાની પોતાના કબ્જાની ગાડીમાં વગર પાસ પરમીટનો અને ગેરકાયદેસર રીતેનો માદક પદાર્થ પોષડોડાનો જથ્થો વજન- 60 કિલોગ્રામ કિંમત 1 લાખ 80 હજાર સાથે મળી કુલ 11 લાખ 85 હજારના મુદ્દામાલ સાથે પકડાયેલા ઈસમ વિરૂદ્ધ એન.ડી.પી.એસ.ના કાયદા મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.