થરાદની પાવન ધરતી પર સૌપ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છેથરાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ની જાહેર સભા યોજાશે..જેના ભાગરૂપે આજે થરાદ માર્કેટ યાર્ડ ખાતે બનાસકાંઠાના સાંસદ પરબભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. સભામાટેની તડામાર તૈયારીઓને લઈ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈહતી .આ બેઠકમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ રૂપસીભાઈ પટેલ પ્રભારી મણીબેન કલાવતીબેન રાઠોડ પ્રમુખ ઉમેદસિંહ ચૌહાણ પ્રમુખ અજયભાઈ ઓઝા થરાદ શહેર મહિલા મોરચાના પ્રમુખ સહિતની મહિલા મોરચાના મહામંત્રીઓ કાર્યકર્તાઓ યુવા મોરચાના પ્રમુખ યુવા મોરચાના બહેનો કાર્યકર્તાઓ તેમજ તાલુકા અને શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.