બનાસકાંઠા જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વાવ તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ ના સહયોગ થી વાવ અખંડ મેઘવાળ સંસ્થા ખાતે સાયબર ક્રાઇમ દ્વારા લોક જાગૃતિ સેમિનાર નું આયોજન કરાયું હતું.જેમાં સાયબર ફ્રોડ થી થતી જાણકારી વિશે માહિતી આપવામાં આવી હતી.જેમાં રોજબરોજ બનતા બનાવો જેવા કે ઓનલાઇન લૉન ,સોશિયલ મીડિયા માં થતા ફ્રોડ, તેમજ અન્ય સાયબર ફ્રોડ બચવા ના અનેક ઉપાયો રજુ કર્યા હતા.આજ ના આ કાર્યક્રમ માં શૈલેષ ભાઈ લુવા હેડ કોન્સ્ટેબલ તેમજ સાયબર ક્રાઇમ પાલનપુરથી ટીમ દ્વારા ઉપસ્થિત જનમેદનીને પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડથી બચવાના વિવિધ ઉપાયો બાબતે સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફ્રોડ નો ભોગ બનનાર લોકો ને ટોલ ફ્રી નંબર 1920 નો સંપર્ક કરવા જણાવ્યું હતું.